લગ્ન શુભેચ્છા પંક્તિઓ – marriage/wedding wishes
દોસ્તો, લગ્ન એ વ્યક્તિના જીવનમાં સૌથી શ્રેષ્ઠ ક્ષણ છે. લગ્ન એ બે હૃદય અને પરિવારનું મિલન છે. જો તમારા પરિવારમાં અથવા મિત્રમાં કોઈ લગ્ન થઈ રહ્યા છે તો તમે લગ્ન અભિનંદન શાયરી અને શુભેચ્છાઓ તેમને મોકલીને લગ્ન મુબારક શુભેચ્છાઓ આપી શકે છે.
આજના લેખમાં, અમે તમારા માટે લગ્નની શુભેચ્છાઓ મેસેજ – wedding wishes લાવ્યા છે. તમે તમારા મિત્રો સાથે આ શુભ કામના શેર કરી શકો છો અને નવદંપતી ને આશીર્વાદ આપી શકે છે.
તમારી જોડી સલામત રહે,
જીવનમાં ખૂબ જ પ્રેમ હોય,
દરરોજ ખુશીઓ તમારી સાથે રહે,
તમને લગ્નની ખૂબ ખૂબ શુભકામનાઓ…!!
પીઠીના રંગ જેવું જ કોમળ જીવન વીતે તમારું
મહેંદીની સુગંધ જેવું જ જીવન મહેકતું રહે તમારું
સાત ફેરાથી શરૂ કરેલો એ સબંધ
સાત જન્મો સુધી બંધાય તમારો
આપને આપના નવા લગ્નજીવનની ખૂબ શુભેચ્છાઓ
May your marriage be filled with all the right ingredients: a heap of love, a dash of humor, a touch of romance, and a spoonful of understanding.
પરમેશ્વરના આશીર્વાદ હંમેશાં વિવાહિત યુગલો પર રહે છે,
હું આશા રાખું છું કે તમારું જીવન હંમેશા ભગવાનના આશીર્વાદથી ભરેલું છે!
તમને બંનેને લગ્નની શુભકામના
તમારા લગ્નના દિવસે તમને આનંદ, પ્રેમ અને ખુશીની શુભેચ્છા
સાથે મળીને આનંદથી ભરેલા ભવિષ્ય માટે શુભેચ્છાઓ
દાંપત્ય જીવનમાં પ્રવેશતાંની સાથે ઉત્તમ સહજીવન પ્રાપ્ત થાય, લેલા મજનુંની માફક તમારો સ્નેહ અમર રહે.
દાંપત્ય જીવનની ખૂબ અઢળક શુભેચ્છાઓ