વસંતને વધાવીએ, જિંદગીને સજાવીએ.
સપનાઓને શણગારીને એક ઉડાન ભરીએ.
બાકી રહેલી ઈચ્છાને ઉમંગથી સજાવીએ
નવી કળીઓને આશાઓથી વધાવીએ.
રસ્તાના અવરોધોને ફૂલોથી વધાવીએ,
જીવન અમૃત ને બસ હિંમતથી માણીએ.
સફળતા, નિષ્ફતાની શું ખબર હશે કેવી??
બસ એક જંગ હવે સાથમાં રહીને લડીએ.
એક નવા સપનાની ઉડાન આપણે ભરીએ.
ચાલ બધું ભૂલી ને આ જીવન શણગારીએ.
"પ્રાપ્તિ"
27/1/23