વચ્ચે કોણ છે?
આંસુ વિનાની આંખમાં એ ડોળ વચ્ચે કોણ છે?
ખૂટ્યાં જરા પાણી અહીં શેવાળ વચ્ચે કોણ છે?
સંસાર ખારો લાગશે જાણી અહીં છોડી ગયા,
સંવેદનાનાં દાવ ને દુષ્કાળ, વચ્ચે કોણ છે?
બોલી ધરમની ચાલતી સાથે કથા આજે વણી,
વીરાંગના મયણા અને શ્રીપાળ વચ્ચે કોણ છે?
ભેદી નગારા વાગતાં ભેગા થશે ટોળે વળી,
ચર્ચા ઘણી લાંબી હતી જુવાળ વચ્ચે કોણ છે?
ભાગી ગયાં મુશ્કેલ સમયે યાદ રાખી જો શકો,
ઈશ્વર પછી તું બોલજે સંભાળ શચ્ચે કોણ છે?
સાગર તટે ઊભાં વહાણો લંગરીયું નાખવા,
થાકી જશે બેસી જશે એ આળ વચ્ચે કોણ છે?
ભંડાર ખાલી થાય વિચાર્યું હતું? વાતો કરી,
ત્યાં છેતરી ભાગી ગયાં, જો ઢાળ વચ્ચે કોણ છે.©
"કાજલ"
કિરણ પિયુષ શાહ
(ગાગાલગા ગાગાલગા ગાગાલગા ગાગાલગા)