🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
🇮🇳 *આજ તિરંગો ફરકે છે.* 🇮🇳
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
____________________________
ઉલ્લાસના ઉમંગોથી આજ હૃદયની ધડકનો ધબકે છે,
આઝાદીનો તિરંગો આજ આસમાનમાં ફરકે છે.
જેમાં ભરી અનેક એવી બલિદાનોની ગાથા છે,
ગાંધી, સુભાષ, નહેરૂ, પટેલના અનેક રંગોની વાચા છે.
હસતા હસતા ફાંસી ચડયા, એ ભગતસિંહની રંગત છે
એવા અનેક બલિદાનોની આ અનેરી પંગત છે.
પ્રજાસત્તાક દિને ભારતનો તિરંગો આજ શાનથી ફરકે છે.
સલામ છે જેને આજ આસમાનમાં સૂરજ બની ચમકે છે.
🇮🇳 *- જયવંતભાઇ બગડીયા /કવિરાજ*