ફેરફારથી
છે આખરી સવાલ હવે ફેરફારથી.
સમજાય તો જવાબ મળે ફેરફારથી.
આડી ઉભી લકીર હતી ચારબાજુએ
ઘરની અસર જરાક થશે ફેરફારથી.
દાબી શકાય એમ નથી વાત ખાનગી
નજરે ચડી ગયેલ અડે ફેરફારથી.
ધારી નવીનતાય ઘણી આસપાસની.
મળશે કદીક માન ઘરે ફેરફારથી .
રેખા બધીય વાંચ પછી ધારજે નવીન,
માયા ઘણીય છોડ ભલે ફેરફારથી.
કાળાશ ઓઢી આજ મળી શ્યામ નામને
લે વાંસળી વગાડે સખે ફેરફારથી
કાજલ છુપાવ વાત અહીં માનપાનની,
આખર પહોંચ આપ બળે ફેરફારથી.©
કાજલ
કિરણ પિયુષ શાહ
(ગા ગાલગાલ ગાલલગા ગાલગાલ ગા)