મહેકતું ફૂલ જ્યારે હસે ખડખડાટ,
ત્યારે છે એ દીકરીના આગમનનો ઇશારો !
વર્ષા બુંદો પણ ધીમી ધારે ભીંજવે બેસુમાર,
ત્યારે જ એ ગુલાબી કળી ખીલવાનો અણસારો...
તારી નિખાલસ આંખો પૂછે જ્યારે, 'કેમ છે ?'
બસ, ભૂલી જવાય છે દરેક કઠિન પડકારો !
તારૂં નામ જ ક્રિષા...
તું અમારા જીવનની ઝળહળતી ઉષા...
તારા નામમાં જ દૈવત્વ અપાર
તારા સ્મિતમાં નિર્દોષતા ધોધમાર
તું આભે ઉગેલ ચંદ્રની લાડલી
તું નાચશે ત્યારે ઝુમશે વાદલડી
આમ જ હસો ને સૌના હ્ર્દયે વસો !
આમ જ હસો ને સૌના હ્ર્દયે વસો !
-Shital Malani