મૃત્યુ : ખાસ વાંચજો
રોજના જેવી જ એ સવાર હતી. મારે શોપ પર જવાનું હતું. આંગણામાં પડેલું છાપું ઉઠાવી છેલ્લાષપાના પર મારી તસ્વીર જોઈ હું ચોંકી ઊઠ્યો, એ મારા અવસાનના સમાચાર હતા! મને એકદમ આઘાત લાગ્યો.
કાલે રાતે સૂતો હતો ત્યારે છાતીમાં થોડુંક દુખતું હતું પણ પછી તો હું ઘસઘસાટ ઊંઘી ગયો હતો?
મે ઘડિયાળ તરફ નજર કરી ‘અરે ! દસ વાગી
ગયા છે. મારી ચા ક્યાં છે ? મારે શોપ પર જવાનું કેટલું મોડું થઈ ગયું છે...
અરે ! બધાં ક્યાં જતા રહ્યાં ? મારા રૂમની બહાર બધા કેમ ભેગાં થયા છે ?’ આટલાં બધા લોકો ? ચોક્કસ કાંઈક ગરબડ લાગે છે.
કોઈક રડી રહ્યા છે, બીજા ચુપચાપ ઉભા છે.
અરે ! આ શું ? મારું શરીર તો જમીન પર પડેલું છે.
બધા સાંભળો હું તો અહીં છું, એ શરીરમાં નથી.’
‘ક્યાં કોઈ મને સાંભળે જ છે ?
અલ્યાઓ ! હું મર્યો નથી, જુઓ હુ આ રહ્યો.’
મેં રાડ પાડી. પણ કોઈએ કશું સાંભળ્યું જ નહીં.
કોઈને મારામાં રસ હોય તેમ ન લાગ્યું. બધા નિશ્ચેતન પડેલા મારા શરીર તરફ શોકથી જોઈ રહ્યા હતા. હું ફરી મારા
સુવાના ઓરડામાં ગયો.
મેં મારી જાતને પૂછ્યું, ‘ શું હું ખરેખર મરી ગયો છું ?
મારાં મા-બાપ, મારી પત્ની, મારી બહેનો, મારા બાળકો, મારા મિત્રો – બધાં ક્યાં છે ?
હું બાજુના ઓરડામાં ગયો, બધા ત્યા રડી રહ્યાં હતાં; એકમેકને આશ્વાસન આપી રહ્યાં હતાં. મારો પરીવાર સૌથી વધારે આક્રંદ કરી રહ્યો હતો. બધાને સૌથી વધારે દુખ થતું હોય તેમ જણાતું હતું.
મારા નાનકડા પુત્રને આ શું થઈ રહ્યું છે, તેની કાંઈ સમજણ પડતી હોય તેમ ન લાગ્યું. પણ તેની મા રડી રહી હતી, એટલે તે પણ રડતો હતો.
‘અરે ! મારા એ વહાલસોયાને હું બહુ જ પ્રેમ કરું છું,
એમ કહ્યા વિના હું શી રીતે વિદાય લઈ શકું ?
મારા પરીવારે મારી કેટલી બધી સંભાળ લીધી છે, તેમ કહ્યા વગર હું શી રીતે મરી શકું ?
એક વાર તો એમને હું કહી દઉં કે, હું તમને બધાને અત્યંત ચાહું છું.
અરે ! મા-બાપને એક વાર તો કહી દઉં, કે હું જે કાંઈ પણ હતો તે તેમના કારણે હતો.
ઓ ભલા ભગવાન ! હું તો ખરેખર મરી જ ગયો છું. હું મારા શબની બાજુમાં બેઠો. મને બરાબરનું રડવું આવી ગયું.
‘અરે ! મારા ભલા ભગવાન ! મને બસ થોડાક દિવસ જીવતો કરી નાંખ. હું મારાં મા-બાપ, મારી પત્ની, મારી બહેનો. મારા મિત્રો એ બધાંને એક વખત સમજાવી દઉં કે, કે એ બધાં મને કેટલાં વહાલાં છે... ‘
ભગવાન ! મહેરબાની કરીને મને થોડોક સમય જીવતો કરી દે!’
મને જોરથી રડવુ આવે છે. ‘મને એક જ છેલ્લી તક આપી દે મારા વહાલા !
હું મારા વહાલસોયા બાળકને ભેટી લઉં. મારી માને છેવટનું એક સ્મિત આપી દઉં. મારા પપ્પાને મારા માટે ગૌરવ થાય એવા બે શબ્દ એમને કહી દઉં.
મારા બધા મિત્રોને મેં જે કાંઈ નથી આપ્યું, એ માટે એમની દિલગીરી માંગી લઉં. મારા જીવનમાં હજી રહેવા માટે એમનો આભાર માની લઉં.’
અને મેં ઊંચે જોયું અને હું ચોધાર આંસુએ રડી પડ્યો. મેં
ફરી એક પોક મૂકી. ‘અરે ! પ્રભુ, મને છેલ્લી એક તક
આપી દે, મારા વહાલા !
અને મારી પત્નીએ મને હળવેથી જગાડ્યો અને વહાલથી કહ્યું ,” તમે ઊંઘમાં આમ કેમ રડી રહ્યા છો ? તમને કંઈ થાય છે ? તમને ખરાબ સપનું આવ્યું લાગે છે.”
‘અરે ! હું જીવું છું. મારી પત્ની મને સાંભળી શકે છે.' મારા જીવનની આ સૌથી સુખદ પળ હતી.
મિત્રો....કાલે જ મરણ આવવાનું હોય એમ આજે જીવીએ તો ?
કોઈની માફી માંગવી હોય, કોઈને કંઈ કહેવુ-સોપવુ હોય તો રાહ ન જોતા મિત્રો. દરેક દિવસ જીવનનો છેલ્લો દિવસ છે, એમ સમજીને જીવી એ તો.......જીંદગીમા જલ્સો પડી જાય... 🌹 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹
-મહેશ ઠાકર