છોને હોય ભીડ પણ તોયે ક્યાંક એકલો,
મેળો હોય તોયે ક્યાંક એ મલકે એકલો.
મનના ખૂણે ક્યાંક એ સદાય ને એકલો,
સુખમાં કોઈ ખાસ વ્યક્તિ સદા ઝંખતો.
દુખમાં એ એક એવો ખભો છે શોધતો,
વિચારોને એક અલગ દુનિયામાં પોખતો.
એકલતામાં ક્યારેક એ ખૂબ જ મહેકતો,
તો ક્યારેક વેદનામાં એ ખૂબ જ બહેક્તો.
કલ્પનાઓને પણ ખૂબ એમ જ કંડારતો,
ને એને કવિતાઓમાં જોઈ ને જ મહેકતો.
"પ્રાપ્તિ"
23/1/23.