(210)22/01/2023(22+1=23)
મળતાં મળી ગઈ.
જીવનમાં સુખ દુઃખનાં સાથી સાથે,
મળતાં મળી ગઈ.
ખોવાયેલ ક્ષણોના બોલ ,
બોલતાં બોલી ગઈ.
મળેલી યાદોની ચાવી,
મૂકતાં મૂકી ગઈ.
પ્રાપ્ત વિચારોનો પેતારો.
ખોલતાં ખોલી ગઈ.
ભૂતકાળની જૂની સ્મૃતિ,
ભૂલતાં ભૂલી ગઈ.
ખોવાયેલ વિચારોની ડાયરી,
લખતાં લખી ગઈ.
મિત્રોના છૂટતાં મેળાપના હાથ,
છોડતા છોડી ગઈ.
મમ્મી પપ્પાના ઘરનું આંગણું
છૂટતાં છોડી ગઈ.
એક અંજાન વ્યક્તિના જીવનમાં
મળતાં મળી ગઈ.
હા, બસ મળતાં મળી ગઈ.. મળતાં મળી ગઈ...Alfaz-E-Suhana ✍🏻
-Alfazo.Ki.Duniya