તળિયા વગરની ટોપલીમાં મનસૂબા ભર્યા છે,
ફાટેલા ખિસ્સામાં ઠસોઠસ સ્વપ્ન ભર્યા છે!
આમ તો ક્યારેય એ સામે આવતાં નથી,
તેથી જ શબ્દોમાં કેટલાંય અશ્રુ ભર્યા છે!
વર્ષોથી એક તરસ આજેય ઠેરની ઠેર છે,
ભીતરે ભલેને સો દરિયા ભર્યા છે!
કોઈની પાછા આવવાની શક્યતા નથી છતાંય,
મૃતપ્રાય થતી પ્રતિક્ષામાં થોડા આશ્વાસન ભર્યા છે!
-નીલકંઠ