દૃશ્ય રસોઈનું
સવારે પાણીયારે દીવો
ને
થતી શરુઆત
કામ મારી પૂજા
સતત ધમધમતું રસોડું
નાના- મોટાની
પસંદ - નાપસંદ પ્રમાણે
બપોરે
થોડું જંપી જતું
સાંજનો સમય
બારીના કાચમાંથી
આવતો સૂર્ય પ્રકાશ
સોનેરી...
સમગ્ર રસોઈને ઝગમગાવતો
સાથે
સૂર્યનારાયણ સાથે
મા રન્નાદેના આશિષ અર્પતો
અન્નનો એક કણ પણ ન બગડે
ને
તૃપ્તિ મળે કાયમ
અનોખું દૃશ્ય મન મોહતું
પાણીયારું
ચુલ્લો
ને
રન્નાદેના આશિષ પહોંચાડતા
સુવર્ણ રશ્મિ....
દૃશ્ય મનભાવન
મનમોહતું
તૃપ્ત કરતું. ©
કાજલ
કિરણ પિયુષ શાહ