મનના ભાવ અને ફરસાણો.
(૧) ભૂલ છે તો ભજીયા છે.
(૨) ખૂબી છે તો ખમણ છે.
(૩) ગમ્મત છે તો ગોટા છે.
(૪) સાલસતા છે તો સમોસા છે.
(૫) ખામી છે તો ખાંડવી છે.
(૬) ચિંતા છે તો ચેવડો છે.
(૭) ભાવના છે તો ભૂસું છે.
(૮) ભાગ્ય છે તો ભાખર વડી છે.
(૯) ફરજ છે તો ફૂલ વડી છે.
(૧૦) શક છે તો શક્કર પારા છે.
(૧૧) ઢોંગ છે તો ઢોકળા છે.
(૧૨) ઈર્ષ્યા છે તો ઈડલી છે.
(૧૩) પ્રેમ છે તો પતર વેલિયા છે.
(૧૪) સચ્ચાઈ છે તો સેવઉસળ છે.
(૧૫) કૃપા છે તો કચોરી છે.
(૧૬) પવિત્રતા છે તો પાણીપૂરી છે.
(૧૭) દિલ છે તો દાબેલી છે.
(૧૮) વહાલ છે તો વડાપાવ છે.
(૧૯) બુધ્ધિ છે તો બટાકા વડા છે.
(૨૦) ફના થવું છે તો ફાફડા છે.
(૨૧) મન છે તો મઠિયાં છે.
(૨૨) ચતુરાઈ છે તો ચોળાફળી છે.
(૨૩) ભરોસો છે તો ભાજીપાવ છે.
(૨૪) ગપ્પા છે તો ગાંઠિયા છે.
(૨૫) રસ છે તો રગડા પેટીસ છે.
(૨૬) મોહ હોય તો મુઠીયા છે.
(૨૭) સમ ભાવ છે તો સેવખમણી છે.
(૨૮) દુવા છે તો દાળવડાં છે.
(૨૯) ખુશી છે તો ખાખરા છે.
(૩૦) ચીવટ છે તો ચકરી છે.
(૩૧) ઉત્સાહ છે તો ઉપમા છે.
(૩૨) કીર્તિ છે તો કાંદાપૌવા છે.
(૩૩) બરકત છે તો બટાકાપૌવા છે.
(૩૪) ઈજ્જત છે તો ઈદડાં છે.
(૩૫) હેત છે તો હાંડવો છે.
અજ્ઞાત