બસ આંસું એમ વહેતા વહી ગયા,
વાત દિલની એમ કહેતા કહી ગયા.
સપના આંખથી એમજ સરકી ગયા.
એમ બસ એ આંખથી વરસી ગયા
જિંદગી જોવા જાણે એમ તરસી ગયા.
વેદના ને જાણે આંખોથી એમ પી ગયા.
હોઠ ચૂપચાપ બસ એમ જ રહી ગયા.
આંખોથી બસ એમ જ એ કહી ગયા.
વેદનાની વાટે જિંદગીને હવે સરકી ગયા.
ખામોશી છવાયેલી રહી હતી આંસુમાં,
ના બોલવાનું સઘળું આંસુ બોલી ગયા.
અમે જોતા જ રહ્યા એમને એમજ ને.
આવ્યા તે વેદનાને સંતાડવા ને સદા એ,
આંસુ એના રાઝ સઘળા ખોલી ગયા.
"પ્રાપ્તિ"
21/1/23.