શિયાળો સાદ દઈ બોલાવે ટાઢને,
ને થરથર તી ટાઢમાં,
બોલે ઝીણા મોર,
મારી પાંપણ ના પલકારે.
બોલે ઝીણા મોર મારા અંતરના દ્વારે.
પિયુ મિલનની ઝંખના છે ઉરમાં,
જાજેરી વાતોની ધખના છે ઉરમાં.
ટાઢી આ રાતના ટાઢા આ વાયરા માં,
બોલે ઝીણા મોર મારા અણુંએ અણુમાં.
લાંબી આ રાતો ને લાંબી છે વાટો,
વાટો ની કેડીએ જોગણ બનીને, નજરો લગાવી મે તો,
ને બોલે ઝીણા મોર મારી નજરો ના તારે,
બોલે ઝીણા મોર મારા ઉરના ઉલ્લાશે.
❤️❤️
-Rekha Detroja