" તમારો સહારો "
( ગઝલ )
ખુશી થઈ મળ્યો છે તમારો સહારો.
સદા ખળભળ્યો છે તમારો સહારો.
મને ગોળની ના જરૂરત છે હવે તો;
વધારે ગળ્યો છે તમારો સહારો.
નથી હું જતો એટલે મંદિરોમાં;
અરીસે ફળ્યો છે તમારો સહારો.
મને જોઈ પાછો ફરે છે હજી પણ;
સદા જો વળ્યો છે તમારો સહારો.
અને એટલે ખાસ Bન્દાસ છું હું;
ન ક્યારે છળ્યો છે તમારો સહારો.
©✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી
મહેસાણા
છંદ : મુતકારીબ = લ ગા ગા × ૦૪