Gujarati Quote in Poem by Kiran shah

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મા તો ચાલી

બેસો મારી પાસે બોલી મા તો ચાલી,
વાતો કરતાં આંખો મીંચી મા તો ચાલી.

હળવે હાથે પંપાળી ને પીડા હરતી,
પીડા સઘળી ગજવે રાખી, મા તો ચાલી.

જુદા જુદા મણકાની માળા બંધાવી,
શ્વાસોની માળાને તોડી મા તો ચાલી.

સૂરજને શરમાવી કામે વળગે વહેલી,
સંસારી તોયે અલગારી મા તો ચાલી.

ઈશ્વરને પણ ભૂલાવી દીધું ઘર એણે,
ને ઈશ્વરને મળવા દોડી, મા તો ચાલી.

મીઠી બોલી સાથે સારપ ગમતી સૌને
નોંધારા કરતી ગૈ છોડી મા તો ચાલી.

ભૂલાવી તકલીફો કાયમ હસતી રહેતી,
હસતાં હસતાં સઘળું ભૂલી મા તો ચાલી.

તું છે કાયમ મારી સાથે વિશ્વાસ હતો,
એ જ ભરોસો તોડી ચાલી મા તો ચાલી.

હું છૂં શબ્દો તારા હુંફ અનોખી આપે,
અડધે રસ્તે કર છોડાવી મા તો ચાલી. ©

કાજલ
કિરણ પિયુષ શાહ

Gujarati Poem by Kiran shah : 111855541
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now