મીઠો છે
નામ સાથે લગાવ મીઠો છે
વ્હાલ જાગે અગાધ એવો છે.
દુઃખ પડે છે અનેક આકાશી
સાથ સાથે અનંત એનો છે.
મે લખી 'તી નવીનતા સાથે,
એજ જુની અમૂક વાતો છે.
લે મળ્યો આજ એક પૂરાવો,
એજ એના જવાબ જેવો છે.
ઊંઘવાનું નશીબમાં નોતું,
ખાસ જોજો ઉજાસ કેવો છે.©
"કાજલ"
કિરણ પિયુષ શાહ
ગાલગાગા લગાલ ગાગાગા