Gujarati Quote in Blog by Dr. Damyanti H. Bhatt

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વિષય - આત્મચિંતન,
કવિતા:- 'અવસર આ અનમોલ'
કુદરતે આપ્યો અવસર,આ અનમોલ ,
નહિ વેડફવાને ,
જીવન સોનેરી જીવવાને,
જિંદગીના દરેક પૃષ્ઠ વાંચવા ને,
આત્મચિંતન કર.
જન્મ મરણ છે કુદરતના હાથમાં ,
કર્મનો માલિક મનુષ્ય સ્વયં,
પોતાના ભાગ્યનો સૂર્યોદય કરવા
જીવનમાં પ્રકાશ પાથરવાને,
આત્મ ચિંતન કર.
જીવનનાં આ મહાસાગરમાં
વમળો આવશે ઘણાં તેથી શું?
હિંમતના હલેસાં મારવાં ને
જીવન નૈયા પાર ઊતારવા ને
આત્મચિંતન કર.
સુખ- દુઃખ, તડકો- છાંયો
જીવનમાં આવે અને ચાલી જાય
ઋતુઓની આવન જાવન છે
કુદરતની કમાલ,
પુણ્ય કર્મથી થવાય માલામાલ,
આત્મચિંતન કર.
ખાલી હાથ આવ્યા ખાલી હાથ જવાના,
જીવનના સંકલ્પો સઘળાં પૂર્ણ નહીં થવાનાં ,
પરમેશ્વરને પામવાની ઘડી છે અનમોલ,
જીવનના પુણ્ય પાપને
કર્મનાં ત્રાજવે તોલ,
મનનો મેલ ધોલ,
સત્ય વચન તું બોલ,
આત્મચિંતન કર.
✍️...© drdhbhatt...
સ્વરચિત ડો. દમયંતી ભટ્ટ
(18/01/2023)

Gujarati Blog by Dr. Damyanti H. Bhatt : 111855255
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now