મા
મા જ્યાં વાંચું ત્યાં કંઈ વાંચવાનું કે લખવાનું મન થઇ જાય આમ પણ મા વગર લખતાં કોણ શીખવાડે?
હશે ક થી લખવાનો કે લખતાં શીખવાનો સદીઓ જૂનો રિવાજ પણ માનવ માત્ર પહેલો અક્ષર શીખે છે તે હોય છે મા!
જે દિવસ મા છબીમાં સ્થિર થઈ જાય તે દિવસથી જીવનનું પાનું વળી જાય,જાણે જીવનનો ભાગ બીજો શરૂ થઈ જાય!