" તું "
( ગઝલ )
રહે યાદ તાજી ગઝલ લાગતી તું.
ગમે ફૂલ જેવી કમલ લાગતી તું.
મળીને રહેશે જ મંજિલ મને તો;
સફર ખેડતો હું મજલ લાગતી તું.
સદા પ્રેમનો પાક મળતો મને તો;
ઉગે સોનુ સાચે ફસલ લાગતી તું.
રહે સામુ હંમેશ મારી તરફ તું;
ખુદાની મને તો નકલ લાગતી તું.
કરે રોજ Bન્દાસ તારી જ વાતો;
મને ખાસ દુનિયા સકલ લાગતી તું.
©✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી
મહેસાણા
છંદ : મુત્કારીબ = લ ગા ગા × ૦૪