ઉતરાયણ ચાણક્યની જેમ જીવનનીતિ શીખવાડે છે.
(૧) જ્યારે પવન ઓછો હોય ત્યારે લપેટી લેવું.
(૨) પવન જોરદાર હોય ત્યારે દોરી છોડીને ઊંચે ઉડવું
અને આપણો પતંગ સ્થિર કરવો.
આ બધું ખબર ના પડતી હોય તો એ લોકો ઝટકા મારી મારીને પતંગ ઉંચો રાખવા પ્રયત્ન કરતા રહેતા હોય છે.
એમાંય અમુક જણને પતંગ ઉંચો
રાખવાનો શોખ હોય છે એમાંય અપવાદરૂપ લોકો તો પવનથી ઉંધી દિશામાં પતંગ ઉંચો કરવા પ્રયત્ન કરતા રહેતા હોય...
અમુક લોકો તો એવા સાહસિક હોય કે પતંગ ચગાવતા સરસ આવડતી હોય અને અન્ય ધાબાનો ઉતરાયણનો અનુભવ ના હોય છતાંય બીજા ના ધાબા પર જવાનું નક્કી કરે. કોઈકની વાતમાં આવી જઈને ધાબા બદલવાનો ઉતાવળે નિર્ણય લે.
જે અન્યના ધાબા પર જવાનું હોય એ ઘાબાવાળો તો એમ જ કહેતો હોય "અમારી આજુબાજુ માં ક્યાં કોઈને પતંગ ચગાવતા(ધંધો કરવા) આવડે છે. તું આય ખાલી એક વાર અમારા ધાબા પર (અમારા એરીયા માં) હું ગેરન્ટી આપું છું તારે બીજો પતંગ નહીં જોઈએ. તારે તો એક જ પતંગમાં ઉતરાયણ પુરી થઈ જશે.'
આ સાહસિક અન્યના ધાબા પર જઈને પહેલા તો પવન કંઈ બાજુનો છે એ જોયા વગર ઉંધી દિશામાં પતંગ ચગાવવાનો ચાલું કરી દે.
પછી થોડીવાર રહીને ખબર પડે એટલે યોગ્ય દિશામાં સરખો પતંગ ચગે એટલે કોઈક કાપી જાય.
(નવા વિસ્તારમાં ધંધો કરવાવાળાઓની જેમ)પહેલી પતંગ તો કપાઈ જ જાય અને એને ભાન સાથે જ્ઞાન આવે પછી જો હાર પચાવીને શરમ બાજું પર મુકીને બીજી પતંગ ચગાવવા લાયક હશે તો અનુભવ પ્રમાણે ચેતતા રહીને ફરીથી ચગાવીને ઉંચે ચડાવી શકશે.
વાત આટલેથી અટકતી નથી ઘણા સાહસિકો તો એટલા ખતરનાક હોય કે બીજાના ધાબા પર આજુબાજુમાં સેટિંગ(સિગારેટ,છોકરી કે દારૂ) થઈ જાય એટલે પતંગ બાજું પર રહી પણ આવા ભારતરત્ન જેવા સાહસિકો ની ઉત્તરાયણ તો સેટિંગ માં જ પતી જાય અને ઘરના લોકોની ઉત્તરાયણ(જીવન) બગાડે એ અલગથી.
(૩) કંઈ જ ખબર ના પડતી હોય તો ડાફોળિયાં માર્યા વગર કોઈકની ફીરકી પકડીને ઊભા રહેવું. ક્રેડિટ (ચીકી અને તલના લાડુ) તો મળશે. અમુક શાંત લોકોની જીંદગી તો ફીરકી પકડવામાં જ શાંતિ થી પતી જતી હોય છે. ધંધામાં ખબર ના પડતી હોય એટલે ફીરકી પકડવાનું કામ કરવાનું(નોકરી કરવાની).
જેની ફીરકી પકડી હોય એની પતંગ કપાઈ જાય કે પછી કોઈ કારણસર પતંગ ઉતારી દે તો બીજાની ફીરકી પકડવાની. આમને આમ ફીરકી(નોકરી) માં ઉતરાયણ સમી આખી જીદગી પતી જાય.
આ છે ઉતરાયણ નીતિ સંક્ષિપ્ત માં
હેપ્પી ઉતરાયણ
વિકટ શેઠ