Gujarati Quote in Thought by Ashok Upadhyay

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

રંગબેરંગી પતંગ જો ને ઊંચે ઊડે આકાશે,
રંગબેરંગી માણસો જો ને ફરતા અહી નિરાંતે,
ઉપર દોરીથી એકબીજાના પતંગ મસ્ત કપાય
માણસ એકબીજાને શબ્દોથી કાપી રાજી રાજી થાય.
એક જ ઘરમાં રહેતા આજે એકબીજાથી ત્રાસે,
રંગબેરંગી પતંગ જો ને ઊંચે ઊડે આકાશે,
રંગબેરંગી માણસો જો ને ફરતા અહી નિરાંતે,

પેચ લડાવી ખેચ તાણમાં એક પતંગ તો તૂટે,
માણસ બીજા ને પડતો જોઈ મનમાં કાઈપો છે ઘૂંટે
તલ ગોળની ચિક્કી ખાઈ સૌ મીઠું બોલવા કહે,
માણસ ચિક્કી ખાઈનેય કડવા વેણ ન છોડે,
દૂર દૂર મન સૌના અને આસપાસ દેખાશે
રંગબેરંગી પતંગ જો ને ઊંચે ઊડે આકાશે,
રંગબેરંગી માણસો જો ને ફરતા અહી નિરાંતે,

ફિરકી અને પતંગ વચ્ચે દેખાડો કદી ન થાય,
માણસ બીજાને દેખાડી દેવા,દેવા માં ડૂબતો જાય,
કળા વગરના કલાકાર સૌ આસપાસ ભાસે,
આકાશે ઉતરાણ ઉજવાશે માણસ નું શું થાશે ?
રંગબેરંગી પતંગ જો ને ઊંચે ઊડે આકાશે,
રંગબેરંગી માણસો જો ને ફરતા અહી નિરાંતે.

અશોક ઉપાધ્યાય
13/01/2023

Gujarati Thought by Ashok Upadhyay : 111854424
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now