લઈશું.
ઝેરનો ઘુંટ અજે પી લઈશું.
બંધ હોઠે પછી જીવી લઈશું.
ઓળખી તો ગયા, નજર ચોરી,
જોઈને આહ પણ ભરી લઈશું
છે અબોલા હવે ચલો ત્યારે
એક દીવાર તો ચણી લઈશું.
ખ્વાબમાં પણ રડી પડી આંખો,
ને પછી જીવ પાથરી લઈશું.
કેમ કાજલ હવે થઈ રાજી?
તો બરાબર બધું કરી લઈશું?
દુઃખ થશે જાણીને અહીં એથી,
ધ્યાન રાખી ને સાચવી લઈશું?
વાણી મીઠી અધિક લાગી પણ
મન મનાવ્યું જરાક પી લઈશું.©
કાજલ
કિરણ પિયુષ શાહ