" કરો વાત બસ "
( ગઝલ )
આંખમાં આંખ નાખી કરો વાત બસ.
વાત કરતાં જ ઢળતી રહે રાત બસ.
આપજો એકબીજા સરસ ભેટ કે;
યાદ આવે સદાકાળ સોગાત બસ.
એક નોખી રહી ડાળ હંમેશ ત્યાં;
જ્યાં કરે ફૂલ ભમરો મુલાકાત બસ.
ખાનગી વાત જાહેર થઈ ગઈ બધે;
રોકજો વાતને હજી છે શરૂઆત બસ.
આજ Bન્દાસ અંજામ એ આપશે;
કે વિષય વાતનો છે કબૂલાત બસ.
©✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી
મહેસાણા
છંદ : મુતદારિક : ગા લ ગા × ૦૪