🙏 *જાત્રા સફળ બનાવી લઇશ...* 🙏
______________________________
કદી માગ્યું બધું કોઇને નથી મળતું,
છતાં, હક મારો જતાવી લઇશ,
તું આસમાનમાં અને હું જમીન પર
છતા, ક્ષિતિજ પર તુજ હાજરીને બતાવી દઇશ.
હવે ચાંદ તારોથી રમવાનું નથી,
છતા, ચાદનીમાં તુજને સમાવી લઇશ,
અંધકારને દૂર કરતા તુજ જીવનના કિરણો,
છતાં, દીવાદાંડી બની રાહ બતાવી દઈશ
તૂ ડગ માંડજે આગળ અને હું પાછળ ચાલી જઇશ,
છતાં, દાદા મણીભદ્રને સજોડે નમન કરી લઇશ.
મુજ શ્વાસમાં પણ શ્વાસ તારો છે,
છતાં, તુજ દીવડામાં હું જયોત પ્રગટાવી લઇશ,
આમ, પાબલ જાત્રા સફળ બનાવી લઇશ. 🙏
*- જયવંત બગડીયા / કવિરાજ*