ભાઈ બહેનો સાથેની યાદોનો આલ્બમ બની ગયો
જાણે મારા બાળપણનો એક ફોટો મળી ગયો
કેવી મસ્તી કેવી મજાનો બની ગયો
આ આલ્બમ મારા જીવનના સૌથી ખૂબસૂરત પળનો બની ગયો
કાળી કાળી કામણગારી તારા કરતાં તો મારા ફોટાની નેગેટિવ સારી
આવી નાની નાની મજાકનો આલ્બમ બની ગયો
પહેલી વાર પહેરેલી એ સાડીનો બની ગયો
જૂની જૂની યાદોનો એક દિવસ બની ગયો
ખેંચેલીએ બહેનની ચોટીમાં ફોટો પડી ગયો
ભાઈને બાંધેલી એ પહેલી રાખડીનો આલ્બમ બની ગયો
દોસ્તો સાથે વિતાવેલ દરેક ક્ષણમાં કેદ થઈ ગયો
ડ્રમસરાઝ અને ટ્રુથ-ડેર જેવી રમતમાં હું આજે પાછો ફરી ગયો...
એક એક ડાયમંડ જેવા ભાઈ બહેનો સાથે
આ હિરલો પણ નંગ બની ગયો
હું તો મારા બાળપણમાં ફરી પહોંચી ગયો
યોગી
-Dave Yogita