" પ્રાણદાયી નજર છે "
( ગઝલ )
તમારી બધે આજ પડતી અસર છે.
બધાને ભલા વાતની તો ખબર છે.
અને એટલે જિંદગી જિંદગી છે;
ન રોકાય કે ચાલતી એ સફર છે.
ધડકતી રહી યાદ એ કારણે તો;
જુઓ કે ખુલ્લી આ હજી પણ કબર છે.
અમાસે ન જોવા મળે ચાંદની તો;
ઘણી એકલી રાત તારા વગર છે.
પડી આંખ Bન્દાસ મારા ઉપર તો;
થયો જીવતો પ્રાણદાયી નજર છે.
©✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી
મહેસાણા
છંદ : મુતકારીબ : લ ગા ગા × ૦૪