Gujarati Quote in Poem by Dave Yogita

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પર્વતની ટોચ પર એક નાનકડું ઘર બનાવું
જ્યાં ખુશીઓના હિંડોળે તને હિંચકાવું

પર્વતથી તો લાગે ચાંદ પણ નજીક
ત્યાં સિતારાઓની હું તારા માટે મહેફીલ જમાવું

પર્વતની ટોચ પર તારુ નામ સજાવું
કોઈ જોઈ ન લે એવી એક દુવા લખાવું

પર્વતની ટોચેથી જોર જોરથી તારુ નામ પોકારું
તને આવતા જોઈ તારા એક એક પગલે ગઝલ બનાવું

અંતમાં,
મળી જાય જો સાથ તારો તો
આ પર્વતમાં પણ તારી જ કોતરણી બનાવું

યોગી

-Dave Yogita

Gujarati Poem by Dave Yogita : 111853349
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now