કંઈ બોલે નહીં,ને તોય સવાલ બઉ કરે છે
એના ગાલ પરનો તલ,બબાલ બઉ કરે છે
પ્રેમની મહાભારતમાં ઘાયલ હજારો કરે છે
એનું આછું સ્મિત,બ્રહ્માસ્ત્રનો વર્તારો કરે છે
શ્યામલ ચેહરે એક ઝીણી બિંદી કમાલ કરે છે
રાત્રે કોઈ તારો ખરે ને લોકો એને યાદ કરે છે
મદહોશ થવું છે?? તો જાવ સૌ એના ઘર તરફ
કામ મદિરાનું આજકાલ એની આંખો કરે છે
કરી જઈશ કંઈ પણ બસ એ અવાજ તો કરે
કરી લો ખાતરી,પછી કહેતા નહીં-બબડાટ કરે છે
- નિર્મિત ઠક્કર