અધૂરી ઓળખાણ, છતા છેક દિલમાં એ વસી જાય,
આવે જો યાદ તેની તો તો મુખડુ પણ મલકી જાય.
એ અણિયારી આંખોનો જાદુ કંઈક જુદો હોય જ છે,
જોયા કરો એકી ટસે તો દિમાગ પણ ક્યારેક ખસી જાય,
દિલથી ઉદાર, વાતો માં વફાદાર, નશો એનો ભારો-ભાર,
એ કામણગારી કટાર એવી જે આર -પાર નીકળી જાય.
હાજર જવાબી, શોખ નવાબી ને લાગે જાણે શહેઝાદી,
નીકળે જયારે બજારમાં ત્યારે હવા પણ દિશા ભટકી જાય.
-Gohil Narendrasinh