બહાર ઉજળા ને ભીતર અહી સળગે છે,
ઈચ્છાઓ પામવા જીવતર અહી સળગે છે.
છે સૂકી ખેતી ને માવઠા ખોટા ગરજે છે,
ગામ તળભેટે ભીંજાયેલા ખેતર અહી સળગે છે.
માર્ગ ક્યારે ભુલાય પણ યુવાનો ખોટા ભટકે ને
જોઈ જીવતા જીવ માવતર અહીં સળગે છે.
ખિસ્સામાં સ્માર્ટફોન ને આઈડી ઘણી,
પણ બાળકો ના ભણતર અહી સળગે છે.
તુ કહેતો બંઘ મુઠી ખોલી દવ"અતુલ"
ને ચોખે ચોખુ કવ કે ભોળા કબુતર અહીં સળગે છે..✍️
-Atul Bhatti