Gujarati Quote in Romance by M. Soni

Romance quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તમને જોયા પછી
મને ઓગળવાનું મન થયું,
બરફની જેમ જ પાછું
પીગળવાનું મન થયું.
થોડું-ઘણું ગમે નહીં કોઇ પણ રીતમાં,
ને આખે આખું જ અહીં
ગળવાનું મન થયું.
ક્ષણ તો મિલનની ખરી ગઈ છે
ક્યારનીય, આમ જ અમસ્તુ
તમને વાગોળવાનું મન થયું.
દર્પણ સામે જોયું ને
પ્રતિબિંબ બે ઝીલ્યાં,
બેમાંથી કોઇ એકને
જકડવાનું મન થયું.
આંખ ઉઘાડી તો
સ્વપ્ન
નહીં ઉપસ્થિત
તમે હતા!
ભ્રમ હતો કે શું?
આંખ મસળવાનું મન થયું.

Gujarati Romance by M. Soni : 111853060
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now