ખબર છે નથી કોઈ અહીં કોઈનું,
તોય જીવન જીવવા આવ્યો છું
આ બે પળની ખુશી માણવા આવ્યો છું
હાથ મારા ખાલી છે છતાં,
મારા ભાગ્ય સાથે લઈ આવ્યો છું
આ બે પળની ખુશી માણવા આવ્યો છું
પળ પળમાં પસાર થાય છે જિંદગી,
ત્યારે મારા કર્મ ભેગા કરવા આવ્યો છું
આ બે પળની ખુશી માણવા આવ્યો છું
દાખલો છે,કોઈ કંઈ લઈ ગયું નથી અહીંથી,
નથી કોઈ લઈને આવ્યો છે અહીં
આ બે પળની ખુશી માણવા આવ્યો છું
નથી ખબર પાછળના જન્મની,
ના કોઈ આગલા જન્મની સમજ છે
બસ,આ બે પળની જિંદગી જીવવા આવ્યો છું
યોગી
-Dave Yogita