" એક જ ક્ષણમાં"
( ગઝલ )
હું જીવ્યો છું વરસો એક જ ક્ષણમાં.
ક્યારે પાછા ફરશો એક જ ક્ષણમાં.
અનુભવો તો કંપારી છૂટે રોમ રોમ;
જીવન આખું ડરશો એક જ ક્ષણમાં.
કોઈને જીવાડવામાં ખબર પણ નહી પડે;
આયખું આખું ધરશો એક જ ક્ષણમાં.
પાયાથી ગુંબજ સુધી પહોંચ્યા છો તો;
એક સાથે ના મરશો એક જ ક્ષણમાં.
સૂરજ નથી કે ઉગતા જશો રોજે રોજ;
Bન્દાસ તમે ઠરશો એક જ ક્ષણમાં.
©✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી
મહેસાણા
છંદ : કટાઉ = ૦૧ × ૧૦ = ૧૦ ગા