ચલ એ જિંદગી નવી શરૂઆત કરીએ
અપેક્ષાનો અંત કરી આશાઓની રજૂઆત કરીએ
કાંટા તો પથરાયેલ છે રાહ પર
સાહસ સાથે આજે ફરી પરીયાણ કરીએ
ચલ એ જીંદગી આજ નવી શરૂઆત કરીએ..
લાંબી હોય ભલે અંધારી રાત
ઉગવાનો છે નવો દિવસ એ જ વિચાર કરીએ
ચલ એ જીંદગી આજ નવી શરૂઆત કરીએ..
હસાવી ના શકીએ તો ઠીક છે
કોઈનું દિલ દુભાવવાની વાત કદીએ ન કરીએ
ચલ એ જીંદગી આજ નવી શરૂઆત કરીએ..
ભલે ફરી જાય કેલેન્ડર,ભલે બદલી જાય તારીખો
બસ કોઈનો વિશ્વાસઘાત કદીએ ન કરીએ
ચલ એ જીંદગી આજ નવી શરૂઆત કરીએ..
દિમાગથી લડી લીધું,પૈસાથી પણ મેળવી લીધું
દિલ જીતી કોઈનું જિંદગી તને સાર્થક કરીએ
ચલ એ જીંદગી આજ નવી શરૂઆત કરીએ..
યોગી
-Dave Yogita