એક આજથી નવી શરઆત કરીએ
જિંદગી સાથે થોડી જ વાત કરીએ.
વીતેલા વર્ષો નો થોડો હિસાબ કરીએ.
ભૂલોનો પણ સહજ સ્વીકાર કરીએ.
સંબધોની સાથે થોડી મીઠી યાદ કરીએ,
પ્રેમ નો જીવનમાં થોડો ઉજાસ કરીએ.
ઉષ્માનો પણ નવો એક સંચાર કરીએ,
દોડતી ભાગતી જીંદગીમાં હામ ભરીએ.
જીવન સાથે પણ એક એકરાર કરીએ,
ક્ષણો નો પણ થોડો સાક્ષાત્કાર કરીએ.
સપનાઓની પણ એક વાવણી કરીએ,
પૂરા કરવાનો એને એક કોન્ટ્રાકટ કરીએ.
જાતને બદલવાનો પણ પ્રયાસ કરીએ,
સૌ સાથે અનુકૂલન નો પ્રયાસ કરીએ.
જીવ્યા એટલું ઘણું બાકી ક્ષણોને પણ,
આપણે એક ઉત્સવની જેમ ઉજવીએ.
ચાલોને આપણે એક પ્રયાસ કરીએ,
જીવવાની એક નવી શરૂઆત કરીએ.
💞💞💞
"પ્રાપ્તિ"
1/1/23..
WEL COME. 2023
.💞💞💞