નિવૃત્તિ જોઈએ છે એ તો બધા કહે છે
મને તો તારી દિવસ રાતની નોકરી જોઈએ છે
સેવા કરી શકું તારી
એવી એક સવાર જોઈએ છે
ચિત્ત રહે તારામાં એવી
એક એક મણકામાં શ્રધ્ધા જોઈએ છે
સ્મરણ તારું જીવનભર કરી શકું
એવી વાણી જોઈએ છે
પગ ચાલતા બંધ થાય
ત્યારે તારા નામની લાઠી જોઈએ છે
આખા રૂમમાં દિવા સાથે
અગરબત્તીની સુવાસ જોઈએ છે
મારા મૃત દેહ પાસે મને
તારી મૂર્તિ અખંડ જોઈએ છે
આવશે બાળવા તો બધા
મારી આંખોમાં તારી જ છબી જોઈએ છે
તારા ચરણકમળમાં જ સ્થાન જોઈએ છે
અંતમાં,
મળવું છે મરતાં પહેલા એકવાર
બસ આ જ તારી પાસે વચન જોઈએ છે....
યોગી
-Dave Yogita