" મોત સામે "
( ગઝલ )
ભલા કોઈ વાતે તમાશો કરો ના.
કરો વાતની ખાતરી કે ડરો ના.
ભભૂકી ઉઠે ના કદી આગ જોજો;
કદી કોઈની લાગણી ખોતરો ના.
પતાવટ કરી દો બધી વાતનો કે;
ઢસેડી અદાલત કદી જોતરો ના.
કબૂલે કદી હાર તો જીત છે એ;
મનાવો ખુશી શોર વાતે કરો ના.
ઉદાસી ચહેરે ન Bન્દાસ રાખો;
ભલા મોત સામે કદી પણ મરો ના.
©✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી
મહેસાણા
છંદ : મુત્કારીબ = લ ગા ગા × ૦૪