Gujarati Quote in Poem by Parikh Prapti Amrish

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મોહ પિયરનો છે કે હજી યે મટતો નથી,
છૂટી ગયો ટુકડો હૃદયનો ત્યાં ઝડતો નથી.

ભરીને આવિત્તી સપનાઓ પાનેતરમાં તે,
એનું નામોનિશાન હવે ક્યાંય જડતું નથી.

પ્રજવલિત હતી ઇચ્છાઓ કંઈ લગ્નવેદીએ,
અહેસાસ ક્યાંયથી હવે એ જડતો નથી.

અભિમાન, ગૌરવ, કે વેદના છે દીકરીની,
છોડ્યો પિયરનો હાથ ફરી કોઈ પકડતું નથી.

ટહુકો છૂટી ગયો છે એક મધુરો પિયરમાં,
એનો રણકો કદી ક્યાંય પાછો જડતો નથી.

માળો શું બદલ્યો એક પંખીએ એમજ તો,
ઉડાન પણ હવે એમ કોઈ ભરતું જ નથી.

ઇચ્છાઓની હોળી,સપનાઓની રંગોળી છે,
અરમાનોની પતંગ, ઉતરાયણમાં કાપી છે.

લખવા જો હું બેસું તો ખૂટે એમ સ્યાહી છે,
દરેક સ્ત્રીની અલગ અહીંયા એક કહાની છે.

પિતાના પાનેતરની જાહોજલાલી માં ને પાછું,
અંતે આપેલા ખાપણની વચ્ચે જિંદગાની છે.


"પ્રાપ્તિ"
30/12/22...

Gujarati Poem by Parikh Prapti Amrish : 111852085
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now