સપનાઓ,પૂરા કરવા નિવૃત્તિની રાહ જોશો નહિ.
સમય ક્યાંય રાહ ક્યારેય કદી પણ જોશે નહિ.
આરામ કરીશ હું નિવૃત્તિ પછી કદી વિચારશો નહિ.
જન્મ થી મૃત્યુ લગી આરામ ક્યારેય મળતો નથી.
વહેવાર ને તહેવાર માં થાય આ જિંદગી સદાય પૂરી,
સપનાઓ સજાવવાની ક્યારેય રાહ તમે જોશો નહિ.
જન્મ થી મૃત્યુ પર્યંત બસ એમ જીવાય જાય છે,
જાતને છેતરવાનું કોઈ પણ કામ તમે કરશો નહિ.
દીકરાને દીકરીઓ રેશે કાયમ એમની મસ્તીમાં,
નિવૃત્તિમાં પણ પ્રવૃત્તિ રાખજો સદાયને માટે હો,
આ શરીરને કાયમને આરામની ટેવ તો કરશો નહિ.
મન ભરીને જીવી લેજો,દરેક ક્ષણને માણી લેજો.
આવતીકાલની રાહમાં, કોઈ ઈચ્છાને છોડશો નહીં,
જીવાય એટલું જીવજો આજે,કાલમાં છોડશો નહિ.
અંત વેળા આવી પુગશે ક્યારે એની ક્યાં છે ખબર,
મળેલા જીવનને ઉજવવાની તક કદી છોડશો નહી.
ક્લ્પના શું કરવી નિવૃત્તિની ક્યાંક શરીર છોડી જશે,
અરમાનો રહેશે અધૂરા હિમ્મત ક્યાંક તૂટી જશે......
"પ્રાપ્તિ"
29/12/22..