વાત બહુ સરળ લખી છે પણ સમજતા વાર લાગશે
ગુજરાતી ભાષા સાહિત્યમાં રસ હોવો જોઈએ તો મજા આવશે...
1.
બે સજ્જનો મારામારી કરી રહ્યા હતા
પૂછતાં માલુમ પડ્યું કે 'અહિંસા' વિશે ડિબેટ ચાલી રહી હતી
2.
ગરમીએ શેઠજીને દવા લેવડાવી,
નોકર તો રોજ લીમડો વાટીને પીતો.
૩.
કેવો લાગુ છું?” શ્યામવર્ણ પતિએ પત્નીને પૂછ્યું.
”કાળીના એક્કા જેવા.”
4.
મારી પાસે ઘર હતું,
આજે પૈસા છે...
5.બપોરનો તડકો*
જીવનમાં લાગેલી લાય કરતાય,
આજ મીઠો લાગ્યો!
6.
એ ખુલ્લાં પગે માતાજીના મંદિરે દર્શન કરવા ગયો. માનતા માની. જો મારી પત્ની આ વખતે દીકરો જણસે તો,
એ ૧૧ કુંવારીકાને જમાડશે.
7.
વૃદ્ધાશ્રમમાં બે વેવાણ મળ્યા.
આંખો જ બોલી છે વાંક કોનો!
8.
પત્ની પિયર ગઈ…
ટીફીનમાં મનપસંદ મળ્યું.
9
લક્ઝુરિયસ બંગલાના બેડરૂમમાંથી રાત્રે ઊંઘ ન આવવાના કારણે બહાર લટાર મારવા નીકળેલા એક શેઠે ફૂટપાથ પર ઘસઘસાટ ઊંઘતા માણસોને જોઇને કહ્યું કેવી જિંદગી જીવે છે આ લોકો?
10
આ વધારાનાં વૃક્ષો કાપીને મેદાન સાફ કરો,
અહીં વૃક્ષારોપણનો કાર્યક્રમ ગોઠવવાનો છે...
11.
"ગઈ-કાલે પેઇન્ટિંગ કોમ્પિટિશન હતી, વિજેતાઓને ઇનામ આપી દેવાયા છે, હવે આ કાગળ કંઈ કામના નથી, સળગાવી નાખ"
ક્લાર્ક દ્વિધામાં હતો, દરેક કાગળ પર બાળકોએ લખેલું હતું 'SAVE TREES'
12.
વૃદ્ધાશ્રમમાં એક નવી સાડીને તરસતી માના દીકરાએ, યમુનાજીનો ચૂંદડી મનોરથ કરાવ્યો.
પાછું ફેસબુક પર સ્ટેટ્સ મૂક્યું:
"મા ના ખોળે !!!"