શું મોકલું તને વ્હાલ મોકલું કે યાદ મોકલું.
કે મોકલું આંસુઓથી ભરેલો મારો ભીનો રૂમાલ
કે મોકલું હું તારી યાદોમાં લખાયેલી કેટલીય કવિતાઓ
બોલને શું મોકલું તને?
એક મીઠી યાદ મોકલું
કે જે ક્ષણો આપણે સાથે વિતાવેલી હતી એ યાદ મોકલું
કે મોકલું એક તારા કપાળ પણ મારા હોઠોનો સ્પર્શ
કે મોકલું હું એ મારા પ્રસ્વેદ થી તરબતર થયેલો મારો દુપટ્ટો
કે મોકલું મારી ઘણી બધી તને નથી કહી શકાય એવી વાતો મોકલું
કે આપણા સપનાઓની યાદી કે જે હવે વાસ્તવિક બની ગઈ છે
કે બોલને તને હું શું મોકલું?
કોઈ સરનામું છે તારું બોલને આ બધું તને હું ક્યાં મોકલું.......
-Bindu _Anurag