નવા વર્ષના દિવસે નાનકડા આદિલને ઘણી બધી જગ્યાએથી મમ્મી, માસી, મામાની તરફથી ઉપહાર સ્વરૂપે રોકડા રૂપિયા આપવામાં આવ્યા અને તેણે એ રૂપિયા સોમનાથના ગંગાજળના જે પ્લાસ્ટિકનો ડબ્બો હોય છે એમાં સાચવીને ગણીને મૂક્યા અને મંદિરેથી મળેલા ફૂલ અને તુલસી પત્રને પોતાની માને મળેલા પ્રસાદને પણ તેમાં તેણે રાખ્યો અને સાતેક વર્ષનો આદિલ તેની માને એક બાલીશ પ્રશ્ન પૂછે છે કે હે મ્મમા શું બધું જ રૂપિયાથી મેળવી શકીએ છીએ આપણે અને આદિલની માતા તેને ખુબ સરસ પાઠ સમજાવે છે કે જો બેટા આ જગતમાં કિંમત કરતા પણ કોઈ વસ્તુ મોંઘી હોય તો એ છે મૂલ્ય તું માનો પ્રેમ ,પિતાનું વાત્સલ્ય, બહેનનો વ્હાલ કે ભાઈનો પ્રેમ -ભરી કાળજી કે મિત્રનો નિસ્વાર્થ ભાવ ક્યારેય ખરીદી ન શકે એનું મૂલ્ય કોઈ ન ચૂકવી શકે અને આદિલને તેની માતાએ ખૂબ સરસ કિંમત અને મૂલ્યનો પાઠ ભણાવ્યો.. જય દ્વારકાધીશ 🙏🏻
૧૨:૧૨ AM
૨૭/૧૦/૨૨