Gujarati Quote in Blog by SUNIL ANJARIA

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ગઈકાલે 22.12ના સાંજે પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવ જોવા ઓગણજ ગયેલો.
સાયન્સસિટી ફ્લાય ઓવરની બાજુમાંથી નીકળીને સર્વિસ રોડ જવાનું. તેમાં B ગેટ એકઝિટ માટે ને F ગેટ એન્ટ્રી માટે છે જે સાયન્સ સિટી તરફથી જતાં છેલ્લો આવે છે. પાર્કિંગ કાર અને સ્કૂટરોનું પૂરતું મોટું છે.
ગેટ તો ભવ્ય છે જ, અંદર મંદિર પણ સુંદર છે. ગેટમાં પ્રવેશતાં બેય બાજુ પાણી પીવા અને વોશરૂમ જવા અનેક મંડપો છે.
વચ્ચે એક તળાવની આસપાસ પ્રમુખજ્યોતિ એટલે ગ્લો ગાર્ડન બનાવેલ છે. સાતઆઠ અલગઅલગ જગ્યાએ પ્રેમવતી ઉપહારગૃહો છે જેમાં લાઈનમાં ઊભી ટોકન લઈ બીજી લાઈનમાં તમારી વસ્તુ લેવાની રહે છે. એ લાઈનો પણ લાંબી હોય છે. ચા લેવામાં પણ ટોકન લેવા સાત મિનિટ અને પછી કપ લેવા બીજી 4 મિનિટ મારે ઉભવું પડેલ.
વચ્ચે બાળનગરી પણ સરસ આકર્ષણો ધરાવે છે.
અમુક શોના તંબુ થીએટર દરેકમાં 1040 માણસોની કેપેસીટી સાથે છે. શો શરૂ થાય એટલે કેટલી મિનિટ માં નવો શો થશે તેનું માઈનસ કાઉન્ટીંગ બતાવે. પણ એ છેતરામણું છે. બહાર 22 મિનિટ બતાવે ને તમે ઘુસો એટલે નવો શો શરૂ થવામાં 22 મિનિટ. દરવાજો તમારે માટે કેટલા શો બાદ ખુલશે તે ભીડ પર ને સેવકો ચારપાંચ ગેટમાંથી ક્યો ગેટ ખોલે, તમને ટોળામાં બેસાડ્યા હોય તે કે બાજુનો તેની ગેરંટી નહીં. મીનીમમ 25 મિનિટ વેઇટિંગ, 25 મિનિટ અંદર જવા વેઇટ અને શો ની 20 એમ દોઢ કલાક per show ગણી લેવાના. મારે નસીબે ત્રણ શોમાં મારો નંબર આવ્યો ને પ્લાસ્ટિકની દોરડી વસાઈ ગઈ. ટૂટા હ્રદય નામના નાટકના શોમાં સાવ આગળ ઊભી થોડા ડાયલોગ સાંભળી 15 મિનિટ પછી લાઇન છોડી જતો રહેલો.
મારી દૃષ્ટિએ જોવા જેવા સામેની બાજુએ આવેલા બે જ શો છે. થીએટર 4માં સાંસ્કૃતિક કલા જેમાં 40 મિનિટ ની કૃષ્ણ લીલા અને ખૂબ સ્ટાન્ડર્ડ રાસ ગરબા વગેરે બતાવે છે અને બાજુમાં થીએટર 5માં માય ઇન્ડિયા. શરૂમાં સૈનિકો લડતા અને પછી તમે એક સૈનિક ની જેમ દેશ માટે શું કરી શકો તેની વાત જેમ કે હેલ્મેટ, નિયમોનું પાલન, સ્વચ્છતા, સારી ભાષા અને લાઈનો ન તોડવી, પ્રોપર્ટીને નુકસાન ન કરવું, પાણી તથા વીજળી કેમ બચાવવા આ બધું નાટ્ય પ્રસંગો થી બતાવે છે. આકાશમાંથી ટપકી પડેલો શકિતમાનની જેમ, કોણ? આપણા જેઠાલાલ ઉર્ફે દિલીપ જોશી.
પ્રદર્શન 6 માં સંત ચરણ સુખદાયીમાં નાટક અને ફિલ્મના સંયુક્ત માધ્યમથી પ્રમુખ સ્વામીએ કેવી કેવી ક્ષણોમાં લોકોનો ઉદ્ધાર કરેલો, કેટલા ઘેર પધરામણી કરેલી, 4 લાખ ઉપર પત્રોના જવાબ આપેલ વગેરે બતાવ્યું છે.
મને સહુથી વધુ ગમ્યું પ્રમુખ જ્યોતિ, વિવિધ મુદ્રાઓ, દેવો, હાથી, મોર બધું રોશનીમાં અદ્ભુત લાગે છે. દુબઈમાં 880 રૂ. ટિકિટમાં જોયેલ તે ગ્લો ગાર્ડન કરતાં આ વધુ સરસ છે.
E=MC 2 સમીકરણ અને માણસનું બ્રેઈન સરસ બનાવેલ છે.
ફૂલો, ખાસ કરીને પિટ્યુનીયાનાં ક્યારા સરસ કર્યા છે તથા કમાનો પણ સરસ પુષ્પચ્છાદિત કરી છે. કૃષ્ણના હાથમાં જીવંત પુષ્પોની ટોપલી ગમી.
મેં કહ્યા એ બે શો જ જુઓ તો 3 કલાક ને ન જુઓ, ખાલી ફરો તો એક કલાકમાં જોવાઈ જાય. થીએટર દીઠ દોઢ કલાક ગણીલો.
એક ખાલી પ્રદર્શનનું થીએટર છે જેમાં આ રીતે બેચમાં એન્ટ્રી લઈ ઝડપથી જોતા બહાર નીકળવાનું છે તેમાં ગાંધીનગરમાં જોયેલ તેમ ઘનશ્યામ મહારાજથી સહજાનંદ સ્વામીની સફર છે.
વચ્ચે લખતો હાથ કે તેવાં શિલ્પો પણ અદભૂત છે. મને લાગ્યું ને મેં અનુભવ્યું તે મારો અભિપ્રાય છે . બીજાના મત અલગ હોઈ શકે.
https://photos.app.goo.gl/QtdveHxaFVrPk9hj6

Gujarati Blog by SUNIL ANJARIA : 111851019
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now