" બદલતા ચાલ બોલો "
( ગઝલ )
થયો છે નજરથી ઘણો વ્હાલ બોલો.
થશે શું અમારા ભલા હાલ બોલો.
કળાતી નજર ના કદી એમની તો;
બદલતા જતાં આજ તો ચાલ બોલો.
હવે એ મજાની ક્ષણો આવશો ના;
રહેશે બની યાદ ગઈ કાલ બોલો.
થતી ના કદી કોઈ ચિંતા અમોને;
બની એ ગયા છે સદા ઢાલ બોલો.
નચાવે તમોને અને નાચતા એ;
કરો કેમ Bન્દાસ થઈ તાલ બોલો.
©✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી
મહેસાણા
છંદ : મુત્કારીબ = લ ગા ગા × ૦૪