" ચાહતો રોજ હું "
( ગઝલ )
આંસુને આવતા રોકજો નીકળે ના એ;
ત્યાં પહેરો ભરી રાખજો કે ઢળે ના એ.
એમનો સાથ ક્યારે ન છૂટે તમે જોજો;
જાય ના ક્યાંય ક્ષણ કોઈ પાછી વળે ના એ.
જોઈ લે તો ગમે એમ મળજો મને રોજે;
રાખજો વેદનાને તમે ખુશ બળે ના એ.
જિંદગી ભાગતી જાય છે ક્યાં ભલા આજે;
મોત પીછો કરીને રહે છે ટળે ના એ.
ખાસ Bન્દાસ મળતા નયનથી નયન બોલો;
ચાહતો જાઉં છું રોજ હું કે કળે ના એ.
©✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી
મહેસાણ
છંદ/બંધારણ : ગા લ ગા × ૦૪ + ગા ગા