સુકુન
"મમ્મી! આજે માથા માં તેલ નાખી દેને!"
"આજે તો અચાનક કેમ વળી?"
"બસ! એમ જ. નાની હતી ત્યાર નું બધું યાદ આવે છે આજે તો!"
નિશા ને એની મમ્મી તેલ ઘસતા ઘસતા વાતો કરે છે.
"શું યાદ આવે છે?"
"હું નાની હતી, સ્કૂલ જતી ને કેવી તું મને તેલ નાખી ને બે ચોટલા વળી દેતી ને! બધા કહેતા કે, તારા મમ્મી કેવા તને તૈયાર કરી દે બધું. નાસ્તો પણ સરસ નાખી દીધો હોય ગરમ - ગરમ. વધારે તો ફ્રેન્ડ્સ મારો જ નાસ્તો કરી જતા. એ સમયે કેટલી શાંતિ - સુકુન હતું ને. આજે મોટા થયા તો કેટલી જવાબદારી વધી જાય! એ સમય જ એવો હતો કે ના તો દુનિયા ની ચિંતા કે નહિ કઈ કરવા ની!"
"હા! મને પણ મારાં બા આ જ રીતે તૈયાર કરતા. અત્યારે તો રોજ નવી ચિંતા ને ઉપાધિ. ને તારા લગ્ન પછી તો ખાલી ભાઈ અને તારા પપ્પા જ ઘર માં. હવે એ બંને તો કામ માં હોય હું પણ એકલી થઇ જાવ. અને મારી બા ને અને તને યાદ કર્યા કરું. તારું બાળપણ અને મારી બા એ મારું ધ્યાન જે રાખેલું હતું એ બધું યાદ આવે. જિંદગી સુકુન ભરી હતી."