વિચારવાનું કામ આપણા મગજનું છે
પણ જ્યારે એ કામ આપણે હૃદયને સોંપી દઈએ છીએ
ત્યારથી આપણો માનસિક તણાવ વધવો ચાલુ થઈ જાય છે
કેમકે હૃદય લાગણીઓથી ભરેલ છે
એના પાસે વિચારવાની શક્તિ નથી
તમારું હૃદય તમારા હિતમાં કોઈ દિવસ ફેંસલો નહીં લે
એ હંમેશા સામે વારાના એટલે કે તમારા પ્રિય પાત્રના હિતમાં જ ફેંસલો લ્યે છે
તમે રસ્તા પર જતા હોય
અને ઓલા નાના બાળકોને જુઓ
તમારા હૃદયને તકલીફ થાશે, દુઃખ થાશે
જો એ લોકો સામેથી નહીં માંગે તો શાયદ તમે એની કોઈ મદદ નય કરો
કેમકે એ સમયે તમારું હૃદય active હશે,અને હૃદય ને તો વિચારવાની શક્તિ જ નથી હોતી
પણ ઘરે આવીને તમારું મગજ active થઈ જશે
અને તમને વિચાર આવશે કાશ મેં એની થોડી મદદ કરી હોત તો
કહેવાનો મતલબ એ છે કે
હૃદયને એટલું પણ active ના રાખતા
કે તમારું મગજ માનસિક તણાવથી ભરાય જાય,અને અફસોસ ના બોજ નીચે દબાય જાય
ખાસ કરીને આજના સમયમાં
ખુદનું હિત ઈચ્છતા હોવ તો
મગજને full active રાખજો