Gujarati Quote in Motivational by Parag Gandhi

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*જહાજોએ.. ડૂબાડી દીધાંના દાખલા છે..ને તણખલાઓએ.. તારી દીધાંના દાખલા છે.*

*હસ્તી ક્યાં હતી એક રાજા આગળ એની છતાંય..જાળ કાતરી ઉંદરે.. સિંહ છોડાવ્યાના દાખલા છે.*

*છો તાકતવર તમે.. પણ અન્યને કમજોર ના સમજો..અહીં દોડમાં કાચબાએ.. સસલાને હરાવ્યાના દાખલા છે.*

*સાહ્યબી પડખાં ઘસે છે રાતભર રેશમી રજાઈમાં..ને કાળી મજૂરી રસ્તાની કોરે.. ચેનથી સૂતાંના દાખલા છે*.

*દવાઓ બધી નાકામ થઈ ગઈ.. મરણપથારી પર..ત્યારે કોઈની દુઆઓએ.. અસર દેખાડ્યાનાં દાખલા છે.*

*"હે માનવ" ક્યાં રહે છે આ જગતમાં કોઈ કાયમ..જેના જનમના દાખલા છે..* *તેના મરણનાંય દાખલા છે.*

Gujarati Motivational by Parag Gandhi : 111850607
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now