" માણસ મળે "
( ગઝલ )
દિલ વગરનો બધે આજ માણસ મળે.
શોધતો એક જણ કાશ! માણસ મળે.
જીવતો કોણ છે સૌ મરીને રહે;
સૌ બનીને ફરે લાશ માણસ મળે.
થઈ હવા ને ભળી જાય છે એ ઉપર;
શોધતો રોજ આકાશ માણસ મળે.
કે નકામી બધી જાય છે યોજના;
રાખતો હોય વિશ્વાસ માણસ મળે.
જિંદગીભર લગાવી રહ્યો દોડ હું;
કોઈ ના ક્યાંય Bન્દાસ માણસ મળે.
©✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી
મહેસાણા
છંદ : મુતદારીક = ગા લ ગા × ૦૪